Wednesday 11 December 2013

ક્યાંક તમારું બાળક ADHD થી નથી  પીડાતું ને  ?
ADHD - attention  deficit /hyperactivity disorder ,
times of india ના સર્વે પ્રમાણે ,  ભારત માં તેનું પ્રમાણ 2005 માં માત્ર 4% હતું , જયારે 2011 માં તેનું પ્રમાણ 11% થયું છે - જે નોંધપાત્ર વધારો કહેવાય .


symptoms:

*એકાગ્રતા નો અભાવ inattention  - આ પ્રકાર ની તકલીફ માં બાળક કોઈ પણ બાબત માં ધ્યાન આપી શકતું નથી , એકાગ્રતા નો અભાવ હોય છે , easily distract કરી શકાય છે .જેમાં કોઈ પણ task પૂરું કરી શકતા નથી 
*વધુ પડતા કાર્યશીલ- hyperactivity  - બાળક થોડી વાર માટે પણ બેસતું નથી , વારંવાર ઘર માં પણ ચડ ઉતર કર્યા કરે છે , બેઠા હોય તો પણ બાળક સતત પ્રવૃત્તિમય રહે છે જેમકે સતત હાથ પગ હલાવ્યા કરે ...
*Impulsive - વારંવાર વાત પૂરી થયા વગર વચ્ચે બોલે , કે પછી ટીચર નો સવાલ પૂરો થયા વગર જવાબ આપે ,પોતાનો વારો આવે એ પેહલા જ કરવું હોય ઇન શોર્ટ , રાહ જોવી ના ગમે ખુબ અધીરા હોય .

આ પ્રકાર ના બાળકો academically પાછળ હોય છે , સ્કુલ માં તેઓ એકાગ્રતા થી ભણી શકતા નથી અને socially પણ જલ્દી ભળતા નથી . મિત્રો બનાવી શકતા નથી અને જો બને તો તેમની સાથે મિત્રતા આંબી ટકાવી શકતા નથી .

તેનાથી ભવિષ્ય માં childhood depression કે anxiety disorders થઇ શકે છે .
આ પ્રકાર ની તકલીફ માં જે મગજ નો હિસ્સો attention ને કન્ટ્રોલ કરતો હોય છે તે માં ઓછી 
activity જોવા મળે છે , આ ઉપરાંત ,અમુક પ્રકાર ના neurotransmitters માં પણ imbalance જોવા મળે છે .હજી સુધી તે પાછળ નું કારણ જાની શકાયું નથી પણ આનુંવાન્શીકતા પણ એક કારણ માનવામાં આવે છે .

ADHD - આયુર્વેદ અનુસાર ચિકિત્સા  :

* ભિલામો - 
                clinical practice માં ભીલામાં નું પરિણામ ખુબ સારું જોવામાં આવ્યું છે , તે આમ તો ઝેરી છે પણ આયુર્વેદ માં તેની શુદ્ધ કરી ને વાપરવાનો નિર્દેશ છે . જે બાળકો anti - depressant  દવા ઓ પર આધારિત હોય છે , તેમને લક્ષણો માં ખુબ સારું રહે છે , એકાગ્રતા વધે છે અને વધુ પડતા તોફાનો કરતા હોય તો એમાં પણ ફર્ક પડે છે . તેનો વપરાશ આયુર્વેદ નિષ્ણાત ને પૂછી ને જ કરવો જોઈએ . કારણ કે બાળક ની પ્રકૃતિ ને ચકાસી ને પછી જ તેની સારવાર કરવામાં આવે છે .

આ પ્રકારની ઔષધી સાથે બ્રાહ્મ રસાયણ આપવામાં આવે તો એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેમાં બ્રાહ્મી રહેલી હોવાથી તેનું સ્કુલ માં performance પણ સુધરે છે .

આ સિવાય બાળક ને 2 કલાક થી વધારે tv ના જોવા દેવું , જંક ફૂડ સહેજ પણ ના આપવું , તેને સતત પ્રવૃત્તિ માં રાખવો .સૂચનો આપવા પણ ગુસ્સે થઈને આપવાથી પરિસ્થિતિ વધુ વકરે છે . વધુ પડતો ચરબી વાળો ખોરાક આપવાને બદલે fruits આપવા અને chocolates ના આપવી એના કરતા ગાય ના ઘી માં બનાવેલો ગરમ ગરમ શીરો આપવો , જેનાથી સાચું પોષણ મળે છે , અને ગાય નું ઘી એ મેધ્ય - brain ટોનિક છે .યોગ્ય સારવાર અને councelling થી આ રોગ અવશ્ય માટી શકે છે પણ તે વકરે એ પેહલા ચિકિત્સા જરૂરી છે . નહિતો બાળક ડીપ્રેશન માં  પણ આવી શકે છે